સાબરકાંઠામાં આયુષ્માન યોજનાની સફળતા: છેલ્લા ૩ વર્ષમાં ૭૪,૮૨૯ નાગરિકોને રૂ. ૫૦.૯૫ કરોડથી વધુની મફત સારવાર મળી*રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલો દ
*૧૨ વર્ષ વિશ્વાસના,વિકાસના, જનકલ્યાણના*
---
*સાબરકાંઠામાં આયુષ્માન યોજનાની સફળતા: છેલ્લા ૩ વર્ષમાં ૭૪,૮૨૯ નાગરિકોને રૂ. ૫૦.૯૫ કરોડથી વધુની મફત સારવાર મળી*
*જનકલ્યાણના ૧૨ વર્ષ: સાબરકાંઠા જિલ્લાના ૮.૬૭ લાખથી વધુ નાગરિકો ‘PM-JAY’ આયુષ્માન કાર્ડથી સુરક્ષિત*
*ગંભીર બીમારીઓ સામે સરકારનું મજબૂત હેલ્થ કવચ: વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધાથી સામાન્ય પરિવારોને મળી મોટી રાહત*
*હિંમતનગર:*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા ૧૨ વર્ષના સુવર્ણ શાસનકાળ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક રીતે અમલીકૃત ‘આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PM-JAY) મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે સાચા અર્થમાં સંજીવની સમાન સાબિત થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં સાબરકાંઠા જિલ્લાના કુલ ૭૪,૮૨૯ નાગરિકોએ આ યોજના અંતર્ગત રૂ. ૫૦.૯૫ કરોડથી વધુની માતબર રકમની ગુણવત્તાસભર સારવાર વિનામૂલ્યે મેળવી છે, જેનાથી હજારો પરિવારો ગંભીર બીમારીઓના આર્થિક બોજમાંથી મુક્ત થયા છે.
સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સુરક્ષાના વ્યાપને વિસ્તારતા અત્યાર સુધીમાં કુલ ૮,૬૭,૬૩૬ નાગરિકોને આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. સરકારની આ ઐતિહાસિક યોજના દ્વારા જિલ્લાના લાખો નાગરિકોને હોસ્પિટલના મોટા ખર્ચ સામે રક્ષણ આપીને ચિંતામુક્ત જીવવાનો મજબૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રગતિશીલ રાજ્યના વિકાસનો પાયો તેના નાગરિકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય પર ટકેલો હોય છે, તે મંત્રને સાર્થક કરતા સાબરકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર છેવાડાના માનવી સુધી તબીબી સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ બન્યું છે.
અગાઉના સમયમાં પરિવારમાં જ્યારે કોઈ ગંભીર બીમારી આવતી ત્યારે સારવારના ખર્ચને પહોંચી વળવા માટે સામાન્ય પરિવારોને દેવું કરવું પડતું અથવા પોતાની જમીન-મિલકત ગીરો મૂકવાની નોબત આવતી હતી. નાગરિકોની આ લાચારીને દૂર કરવાના મક્કમ ઈરાદા સાથે સરકારે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પ્રત્યેક પરિવારને વાર્ષિક રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીનું મફત હેલ્થ કવરેજ ઉપલબ્ધ કરાવ્યું છે. આ યોજનામાં હૃદયરોગ, કિડની, કેન્સર, મગજની ગંભીર બીમારીઓ અને નવજાત શિશુના રોગો સહિતના અતિ જટિલ અને ખર્ચાળ ઓપરેશનોનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો અને સંબધિત માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં આ સુવિધા સંપૂર્ણપણે કેશલેસ પદ્ધતિથી કાર્યરત છે.
આયુષ્માન કાર્ડ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ મુશ્કેલીના સમયે કુદરત વતી મળેલો મદદનો હાથ છે. અકસ્માત કે અચાનક આવી પડતી શારીરિક વ્યાધિ વખતે આ કાર્ડ હોસ્પિટલના કાઉન્ટર પર રજૂ કરતાની સાથે જ દર્દીની સારવાર ત્વરિત શરૂ કરી દેવામાં આવે છે. સાબરકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધીના હજારો દર્દીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં હોસ્પિટલોમાં એડમિટ થઈને કોઈ પણ પ્રકારના રોકડા નાણાં ચૂકવ્યા વિના સારવાર મેળવી છે. સરકારે આ યોજના થકી માત્ર દર્દીઓનો જીવ જ નથી બચાવ્યો, પરંતુ સમગ્ર પરિવારને સામાજિક અને આર્થિક સુરક્ષાનું કવચ પણ પૂરું પાડ્યું છે.
Comments
Post a Comment