સાબરકાંઠાનાં દિવ્યાંગોને દ્વારકા દર્શનનો સફળ પ્રથમ પ્રયાસ* ૨૫-૩-૨૦૨૬ બુધવારે સંત શ્રી મોતીરામ મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને દ્વારકા સૌરાષ્ટ્ર દર્શન નિમિત્તે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર
*સાબરકાંઠાનાં દિવ્યાંગોને દ્વારકા દર્શનનો સફળ પ્રથમ પ્રયાસ*
૨૫-૩-૨૦૨૬ બુધવારે સંત શ્રી મોતીરામ મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને દ્વારકા સૌરાષ્ટ્ર દર્શન નિમિત્તે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત દિક્ષીત રાજેશકુમાર માણેકલાલનાં આશીર્વાદથી સાબરકાંઠાનાં આ પ્રથમ પ્રવાસમાં બહોળા પ્રમાણમાં દિવ્યાંગોએ પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રવાસનું આયોજન કરનાર આયોજકોમાં દિનેશભાઈ પટેલ, નીતેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, પ્રીતિબેન પટેલ અને જીજ્ઞાબેન પરમારનો સિંહ ફાળો છે.
આ પ્રવાસમાં દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, શિવરાજ પુર બીચ, સ્વામિનારાયણ મંદિર,
સોમનાથ, રિસોર્ટ સાસણગીર, જંગલ સફારી, જૂનાગઢ, નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, ભવનાથ, ગાયત્રી મંદિર, ગિરનાર રોપવે, ખોડલધામ, રમાનાથ ધામ ગોંડલ અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ ત્યાં ગુજરાતના ઉપાધ્યક્ષ રમેશ બાપા ધડુકે દિવ્યાંગો સાથે નાનકડી મુલાકાત કરી ફોટો પડાવી મીડિયામાં સમાચાર વહેતા કર્યા.
ગોંડલ વીરપુર આ મંદિરે જતાં રસ્તામાં એક રામાપીરનું મંદિર છે ત્યાં નંદનવન ગૌશાળા આવેલ છે. તે જગ્યાએ ભોજન પ્રસાદ લઈ આગળનો પ્રવાસ ચાલુ રાખેલ ત્યાંથી ખોડીયાર મંદિર રાજપરા, બગદાણાથી ભગુડા થઈ ઘર તરફ પ્રયાણ કર્યું, ૩૧-૩-૨૦૨૬ મંગળવારે પ્રવાસને વિરામ આપવામાં આવ્યો હતો.
દિવ્યાંગોનાં આ પ્રવાસમાં દૂત તરીકે સહાયકોમાં પિયુષ રૂપારેલીયા, દિનેશભાઈ સાણી, કિશન પટેલ, સુનીલ પટેલ, શાર્દુલ પટેલ, જગદીશભાઈ, આયુષ પટેલ, જલ્પન પટેલ, અર્જુન સગર, વિશ્વા, પૂનમ, જાનકી, મનીષાભાભી, નિતેશભાઈ, સુખદેવભાઈ જેવા ભાઈઓ અને બહેનોએ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી હતી.
સાત દિવસનાં આ પ્રથમ પ્રવાસમાં રસોયા તરીકે કિશનભાઈ, નીતિનભાઈ, અર્પિતાબેન અને મનીષાબેને પણ ખૂબ સરસ રસોઈ પીરસી સેવા આપી હતી.
છેલ્લે આખી ટીમને પ્રવાસ કરાવી સુખપૂર્વક ઘરે પહોંચાડનાર ડ્રાઈવર નિકુંજભાઈ મકવાણા અને રાજુભાઈએ પણ ખૂબ સરસ સેવા આપી હતી.
દિવ્યાંગોનાં આ પ્રવાસમાં દરેક પ્રકારની સહાયક તરીકે સેવા આપવા બદલ સર્વેનો આયોજક ટીમ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
Comments
Post a Comment