ડોક્ટર રૂપા પંચાલ નું મુંબઈ ના મેયર શ્રીમતી રીતુ તાવડે ના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યું. સાબર આવાજ ની પૂરી ટીમ સાથે સંયોજક હર્ષદભાઈ જોશી
મુંબઈના ભાઇખલા ખાતેના બકરી અડ્ડા વિસ્તારના ખૂબ જ જાણીતા એવા ડોક્ટર સ્વર્ગસ્થ સુરેશભાઈ પંચાલ ની સુપુત્રી ડોક્ટર રૂપા પંચાલ પણ એમબીબીએસ ની ડીગ્રી પ્રાપ્ત કરીને છેલ્લા ૧૬ વર્ષથી પિતાના નકશેકદમ પર દવાખાનું ચાલુ રાખેલ છે અને સ્થાનિક વિસ્તારમાં લોકચાહના પ્રાપ્ત કરેલ છે. સ્થાનિક મંડળ તેમજ રાજકીય પક્ષોનો સથવારે અવારનવાર શિબિરનું આયોજન કરીને લોકોની સેવા કરી રહેલ છે તેમની કાર્યશૈલી ને લઈને ધ્યાનમાં લેતા જાગતીક મહિલા દિવસને મધેનજર રાખીને તારીખ 31 માર્ચના રોજ બૃહન મુંબઈ મહાનગરપાલિકા ના આયોજિત કાર્યક્રમમાં ડોક્ટર રૂપા પંચાલ નું મુંબઈ ના મેયર શ્રીમતી રીતુ તાવડે ના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યું. સાબર આવાજ ની પૂરી ટીમ સાથે સંયોજક હર્ષદભાઈ જોશી ના ખૂબ ખૂબ અભિનંદન.
Comments
Post a Comment