અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ૧૬ તેનપુર સીટમા કોંગ્રેસ પાર્ટીનો જંગી લીડ થી ભવ્ય વિજય.. બ્યુરો ચિફ રિપોર્ટર.રણજીતસિંહ.વી.ચૌહાણ.બાયડ.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ૧૬ તેનપુર સીટમા કોંગ્રેસ પાર્ટીનો જંગી લીડ થી ભવ્ય વિજય.. 

    અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની રાજકીય પ્રયોગશાળા ગણાતી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનુંઓનુ રણસિંગુ ફુગાઈ ગયું હતું ત્યારથી અને આજરોજ તારીખ- ૨૮/૪/૨૦૨૬ ને મંગળવારના દિવસે ચૂંટણી મતગણતરી પરિણામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમ જેમ ચૂંટણીના પરિણામો આવતા બાયડ તાલુકામાં અને નવીન બનેલ સાઠંબા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને મહત્વની પશ્ચિમ ગાળાની રાજકીય પ્રભુત્વ ધરાવતી તેનપુર ( ૧૬) સીટના કોંગ્રેસના દિગ્ગજ પીઠબળ નેતા અને પશ્ચિમ ગાળાના કડવા પાટીદાર ઉમેદવાર પટેલ ભરતભાઈ જીવણભાઈ એ કુલ મત (૨૬૩૩) મત મેળવી અને (૭૦૪) મતની જંગી લીડ થી વિજય પ્રાપ્ત કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના હરીફ ઉમેદવાર ને (૧૯૨૯) મત મળ્યા હતા આમ પશ્ચિમ ગાળાના કડવા પાટીદાર સમાજના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાજપના ઉમેદવારને કારમી હારનો પરાજય આપતા પશ્ચિમ ગાળામાં ભારતીય જનતા પાર્ટીના દિગજ રાજકીય નેતાઓની આ રાજકીય પરિણામોથી રાજકીય ઊંઘ હરામ કરી નાખી છે અને પશ્ચિમ ગાળા વિસ્તારમાં રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો અને આ ગાળાના વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનો ભવ્ય જંગી લીડ થી વિજય થતાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો હતો અને આ તેનપુર સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થતા સીટમા આવતા તમામ ગામડાઓના વિસ્તારમાં ભવ્ય ડીજે,સાઉન્ડ સાથે અને અબીલ, ગુલાલ, ઉડાડી ખૂબ મોટી સંખ્યામાં ગામના યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો, અને સીટના તમામ શનિષ્ઠ, નિષ્ઠાવાન, ટેકેદારો, મતદાર ભાઈઓ, બહેનો, અને કોંગ્રેસના પીઠબળ નેતાઓ, કાર્યકરો, હોદ્દેદારો, સત્તાધીશો ખૂબ મોટી સંખ્યામાં તેનપુર, ભુડાસણ, ગણેશપુરા, ડેરીયા, વાંકાનેર જેવા તમામ ગામોમાં આ ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમા ખૂબજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તમામ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા તમામ મતદાર ભાઈઓએ અને બહેનોએ અને તમામ સીટના નાગરિકોએ જે જે મને ખભે ખભા મિલાવી એક જૂથ થઈ સાથ સહકાર આપ્યો તે બદલ ઉમેદવાર દ્વારા બે હાથ જોડી તમામનો આભાર માનવામાં આવ્યો હતો અને સાથે સાથે તમામ સીટના મતદાર ભાઈઓએ, બહેનોએ, કોંગ્રેસના ઉમેદવારને પણ ખૂબ જંગી લીડ થી વિજય થવા બદલ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.....

Comments