સાબરકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં CGWBનો વર્કશોપ સંપન્નહિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં CGWB (સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ) દ્વારા એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.રીપોર્ટર એમ. ડી. પરમાર. સાબલી

સાબરકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં CGWBનો વર્કશોપ સંપન્ન
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં CGWB (સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ) દ્વારા એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળની વર્તમાન સ્થિતિ અને જળ સ્તર અંગે કરવામાં આવેલા વિવિધ સર્વેક્ષણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ નીચે ગયા છે, તેવા વિસ્તારોની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જળ સ્તર સુધારવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં નવા જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા અત્યંત આવશ્યક છે. તેમણે ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે તાત્કાલિક ધોરણે આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
    આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીશ્રી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments