બ્રાહ્મણ સેવા સમાજ (કાંદિવલી - મલાડ ) દ્વારા બ્રહ્મ સેવાના ૫૦ વર્ષ ના ફળ સ્વરૂપે સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે રવિવાર તા ૨૨/૩/૨૦૨૬ ના રોજ બોરીવલી ના મંડપેશ્વર સીવીક ફેડરેશન (એમ સી એફ ક્લબ ) ના કરાઓકે સ્ટુડિયો હોલ માં વર્તમાન કાર્યકર્તાઓ અને શુભેરછકો ને સન્માન કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆતમાં સંસ્થાની બહેનો દ્વારા ગણેશ પ્રાર્થના કરવામાં આવી હતી ત્યાર બાદ કાર્યક્રમ ની શરૂઆતમાં બે કલાકના સમય માટે સોલો સિંગર અમિત ચૌહાણ દ્વારા નવા જુના હિન્દી ગુજરાતી ફિલ્મી ગીતો રજુ કરવામાં આવ્યા હતા તેમજ બધા સભ્યો ગરબા રમી આનંદ માણ્યો હતો ત્યાર બાદ સંસ્થા ના સભ્યોમાંથી ગાવાનો શોખ ધરાવતા સભ્યોએ ગીતો રજુ કર્યા હતા ત્યારબાદ કેક કાપીને સુવર્ણ જયંતિ ની શુભેરછા પાઠવી હતી
સન્માન સમારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અલકેશભાઈ વ્યાસ ઍ સંસ્થા ના સ્થાપક સભ્યો સ્વ અમુભાઈ દવે, સ્વ ધીરુભાઈ દવે અને સ્વ હિંમતભાઈ દવે ને યાદ કરી સંસ્થા સાથે ના જૂના પ્રસંગોને યાદ કર્યા હતા. અલકેશભાઈ વ્યાસ સંસ્થા સાથે લગભગ છેલા ૩૫ વર્ષથી સંકળાયેલા છે આ વર્ષો દરમ્યાન તેઓને સાથ અને સહકાર આપનાર વ્યાસ પરિવાર ના સભ્યો, સંસ્થાના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. સંસ્થા સાથે વર્ષો થી સંકળાયેલા અને માનદ મંત્રી સ્વ ગીતાબેન દવે, જયકાંતભાઈ જોશી, હર્ષદભાઈ જોશી, રોહિણી બેન વ્યાસ, અરૂણાબેન રાવલ, કોકિલાબેન જોશી, પ્રોફેસર સુશ્રી હરિણીબેન ત્રિવેદી, કાંદિવલી નિવાસી ભાગવતાચાર્ય દિપકકુમાર કે. ભટ્ટ અને પંડ્યા કેટરર્સ નો ખાસ આભાર માન્યો હતો. અલકેશભાઈ એ જણાવ્યું હતું કે તેઓની વર્ષોથી ઇરછા હતી કે સંસ્થા વિશ્વ વિક્રમ રૂપે નિયમિત ૧૦૦ પરિચય મેળાનું આયોજન કરનારી એક માત્ર સામાજિક સંસ્થા બને અને સંસ્થા સુવર્ણ જયંતિ વર્ષ ઉજવે આ બંને ઇચ્છાઓ પૂર્ણ થતા આનંદ અનુભવ્યો હતો. સંસ્થાના યુવા કાર્યકર્તા હિરેનભાઈ પંડ્યા અને જયભાઈ દવે સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે અને સંસ્થાને આગળ વધારશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તમામ કાર્યકર્તાઓ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સભ્યોએ સંસ્થા અને અલકેશભાઈ સાથેના પ્રસંજોનો પ્રતિભાવ આપ્યો હતો.
સન્માન સમારંભ દરમ્યાન પ્રમુખ અલકેશભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ દીપકભાઈ દવે એ સંસ્થામાં વર્ષોથી તન, મન અને ધનથી સેવા પ્રદાન કરનાર તમામ કાર્યકર્તાઓ તેમજ મુંબઈ ખાતે સંસ્થાના કેન્દ્રો નું સંચાલન કરનાર સભ્યોની સેવાના ફળ સ્વરૂપે તેઓની સેવાઓને બિરદાવી ' સમાજ ભૂષણ ' તરીકે સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતા.
અલકેશભાઇ વ્યાસ એ આગામી કાર્યક્રમ તરીકે ૧૦૯ મો પરિચય મેળો અને સમુહ જનોઈ ની જાહેરાત કરી હતી.
કાર્યક્રમ નું સંચાલન સુશ્રી હરિણીબેન ત્રિવેદી એ કર્યું હતું તેમજ આભાર વિધિ સંસ્થાના મંત્રી હિરેનભાઈ પંડ્યા એ કરી હતી
અંતમાં પ્રિતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન કરી કાયમી સંસ્મરણોથી બધાએ વિદાય લીધી હતી.
Comments
Post a Comment