*હિંમતનગરમાં નવીન ૪ બસોનું લોકાર્પણ: જાહેર પરિવહનમાં વધશે ગતિ અને સુવિધા*
ગુજરાત સરકાર દ્વારા હિંમતનગરને ફાળવવામાં આવેલ નવીન ૪ બસોનું લોકાર્પણ હિંમતનગર ડેપો મુકામે હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાના હસ્તે કરાયું.
નવી બસોની શરૂઆતથી હિંમતનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુવિધાજનક, ઝડપી અને સશક્ત બનશે. આ પહેલથી શહેર તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને સરળ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા લેવામાં આવતા પ્રયાસોનો આ મહત્વપૂર્ણ ભાગ ગણાય છે.
આ પ્રસંગે શહેર અગ્રણી સર્વે શ્રી કુલદીપભાઈ પાઠક, શ્રી પ્રકાશભાઈ વૈદ, શ્રી પરીક્ષિતભાઈ વખારીયા, રાજુભાઈ દેસાઈ, ઇન્ચાર્જ ડેપો મેનેજર શ્રી એન.કે. પટેલ, શ્રી શશીકાંત સોલંકી, શ્રી ગોપાલભાઈ પ્રજાપતિ, શ્રી સંજયભાઈ સુથાર, શ્રી રાજુભાઈ શર્મા, શ્રી મેહુલભાઈ સાંખલા, સુશ્રી ભૂમિકાબેન મહેતા, સુશ્રીયતીનાબેન મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment