*આંજણા સમાજ માટે ગૌરવ,*
*ઇડર કોલેજને મળ્યા કાયમી પ્રિન્સિપાલ...*
*આંજણા પાટીદાર આર્ટ્સ અને પી. એન. પટેલ કોમર્સ કોલેજ ઇડર માં કાયમી પ્રિન્સિપાલ તરીકે નિમણુંક કરાઈ..*
સમાજબંધુ ની પસંદગી કરવા બદલ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ,મંત્રી જીતુભાઇ દેસાઈ સહિત સમાજ ના બોર્ડ ના સભ્યો ને ખુબ ખુબ અભિનંદન..
સમગ્ર ઉત્તર ગુજરાત માં શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતી ઇડર ની આંજણા પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના કાયમી પ્રિ્સિપાલ તરીકે વિજયનગર તાલુકા ના આંજણા સમાજનું ગૌરવ એવા *ડો. પંકજભાઈ પટેલ* ની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક કરવા બદલ ઇડર કોલેજના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ અને કોલેજ માં વર્ષો થી સમાજનું પ્રતિનિધિ કરતા અને કોલેજ મંડળ માં મંત્રી તરીકેનો બાહોરો અનુભવ ધરાવતા જીતુભાઇ દેસાઈ સાથે બોર્ડ ઓફ ડિરેકટરો માં સમાજના સૌ આગેવાનો અને સંપૂર્ણ બોર્ડ ના સભ્યો ધ્વરા લાંબા સમય થી કોલેજ માં ખાલી પડેલી કાયમી પ્રિન્સિપાલ ની જગ્યા માટે વિજયનગર તાલુકાના વતની અને સામાજિક અને રાજકીય સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે બાહોળો અનુભવ ધરાવતા dr. પંકજભાઈ પટેલ ની નિમણુંક કરતા ઇડર તાલુકાના 42 ગોર આંજણા સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી દલજીભાઈ,સહિત કોર કમિટીના સભ્યો ,તથા શ્રી પ્રેમલભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી સાબરકાંઠા, શ્રી ફલજીભાઈ પટેલ,પૂર્વ વાઇસ ચેરમેન ખેતી બેન્ક ગુજરાત, શ્રી હરિભાઈ સાહેબ ચોરીવાડ, શ્રી ભરતભાઈ સી. પટેલ ચોરીવાડ, શ્રી દિનેશભાઇ પટેલ પ્રમુખ શ્રી ઇડર તાલુકા ભાજપ,શ્રી જસુભાઈ જે. પટેલ ચોંટાસણ (હાલ.ઓસ્ટ્રેલિયા )શ્રી લલિતભાઈ પટેલ રૂવચ,શ્રી કેશુભાઈ ચૌધરી જાલીયા, કેશુભાઈ પટેલ મોટા કોટડા સહીત સમાજના આગેવાનોએ નિમણુંક ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા,અત્રે ઉલ્લેખનીય છે કે ઇડર કોલેજ ના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત આંજણા સમાજનો ઉમેદવાર પ્રિન્સિપાલ તરીકે કાયમી નિમણુંક કરતા સાબરકાંઠા જિલ્લા આંજણા ચૌધરી સમાજના સૌ આગેવાનો ઇડર કોલેજ ના મંડળ ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મંત્રીશ્રી જીતુભાઇ દેસાઈ, ઉપ પ્રમુખ શ્રી કનુભાઈ આર. પટેલ ચિત્રોડા, ઉપપ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ મેસણ, કોષાધ્યક્ષ શ્રી દિનેશભાઇ પટેલ વડીયાવીર, કારોબારી સભ્ય શ્રી અશોકભાઈ દેસાઈ વસાઈ, શ્રી ભરતભાઈ જીતાભાઈ પટેલ ચોરીવાડ સહીત સમગ્ર મંડળ નો ખુબ ખુબ આભાર સાથે અભિનંદન પાઠવે છે
Comments
Post a Comment