અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લા ના આણંદ તાલુકા પંચાયત ના સભા ખંડ માં પ્રમુખ શ્રી પારૂલબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને સામાજિક સમરસતાશીબીર યોજાઈ રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ
અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લા ના આણંદ તાલુકા પંચાયત ના સભા ખંડ માં પ્રમુખ શ્રી પારૂલબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને સામાજિક સમરસતાt શિબિર યોજાઈ.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા આણંદ પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ ખાતે તાલુકા પંચાયત ના હોલ માં તાલુકા પ્રમુખ શ્રી પારૂલબેન પરમાર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી વિનુભાઈ ઠાકોર,સમાજ કલ્યાણ અધિકારી અને પ્રોજેક્ટ ઓફિસર શ્રી પાર્થભાઈ પટેલ, વાલ્મિકી સમાજના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના એસ.સી. એસ ટી. મોરચા ના મહામંત્રી તેમજ એડવોકેટ રમેશભાઈ સોનેરા, સરદાર પટેલ યુનિવર્સિટી ના રાજ્યશાસ્ત્ર વિભાગ ના પ્રોફેસર ડૉ . બલદેવ આગજા, તાલુકા લાઇવલી હુડ મેનેજર શ્રી ઉર્વેશ ભાઈ ચૌહાણ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી. અને ટ્રેનર જગદીશભાઇ પંડ્યા તથા એ પીએમ, ક્લસ્ટર કોઓર્ડિનેટર,સખી મંડળના અને ગ્રામ સંગઠન ના લીડરો ની ઉપસ્થિતી માં શિબિર યોજાઈ હતી.
સૌ પ્રથમ ડૉ .બાબા સાહેબ આંબેડકર ના ફોટા ને અઘ્યક્ષ અને આમંત્રિત મહેમાનો ના હસ્તે ફૂલહાર પહેરાવ્યો હતો તેમજ આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાન પરિચય બાદ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું.અને જગદીશભાઇ પંડ્યા એ આજ ની શિબિર નો હેતુ સમજાવ્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા આજ ની શિબિર ને લગતા વિષયો ,માં ભારતીય બંધારણ અને એટ્રોસીટી કાયદા ની સમજ, છેવાડા ના માનવી ની સમાજ કલ્યાણ ખાતા ની સરકાર શ્રી દ્વારા ચાલતી કલ્યાણ કારી યોજના ઓ ની માહિતી, સફાઈ કામદાર નિગમની સ્વરોજગાર માટે ની યોજના ઓ ની માહિતી આપી હતી.ત્યાર પછી તાલીમકાર જગદીશભાઇ પંડ્યા એ સરકારશ્રીની અન્ય
વિવિધ વિભાગો ની કલ્યાણકારી યોજનાઓ ની માહિતી અને મેળવવા શું શું દસ્તાવેજો જરૂરી છે. લાભ લેવા માટે ની પ્રક્રિયા ની માહિતી આપી હતી. ઉપસ્થિત સહભાગી ઓ ને શિબિર બાબતે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો થી જાગૃતિ અને સમરસતા શક્ય છે. આ ના લીધે તમામ સ્તરે સમાનતા અને બંધુત્વ ની ભાવના માં વધારો થાય છે. સરકારશ્રી ના આ પ્રકારના કાર્યક્રમો ને બિરદાવ્યો હતો. બહેનો એ પ્રશ્નોતરી કરી શિબિર રસપ્રદ બનાવી હતી..અંતે આભાર દર્શન કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment