નરસોલી ગામે શ્રી એકલિંગજી મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો રીપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા
નરસોલી ગામે શ્રી એકલિંગજી મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
ભિલોડા તાલુકાના નરસોલી ગામે શ્રી એકલિંગજી મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ પાવન અને ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. ગામજનોના સહકાર અને શ્રદ્ધાભાવે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો.
પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર ગામ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. ગામના વડીલો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધાર્મિક પરંપરાનું સંવર્ધન કર્યું હતું
આ પ્રસંગે લોકપ્રતિનિધિ શ્રી પી.સી. બારંડા હાજર રહી ભગવાન એકલિંગજી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સર્વે ગ્રામજનોના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મંદિર માત્ર આસ્થા કેન્દ્ર નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક છે.
શ્રી પી.સી. બારંડા હંમેશા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના જતન તથા ગ્રામ વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા છે. સમાજ સાથે જોડાયેલા રહી તેમની સેવા અને સમર્પણભાવ ગામજનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
Comments
Post a Comment