ભિલોડા ના ધોલવાણી ગામેઉધોગ સાહસિકતા ની તાલીમ યોજાઈ રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ

ભિલોડા ના ધોલવાણી ગામેઉધોગ સાહસિકતા ની તાલીમ યોજાઈ
ઉધોગ સાહસિકતા વિકાસ સંસ્થાન ગાંધીનગર ની સી. ઈ. ડી. રિજિયોનલ ઓફિસ મોડાસા દ્વારા ભિલોડા તાલુકાના ધોલવાણી ગામે 15 દિવસ ની ઉધોગ સાહસિકતા તાલીમ આપવામાં આવી હતી.જેમાં આશરે 35 જેટલા લાભાર્થી ઓ એ તાલીમ માં ભાગ લીધો હતો. તાલીમ માં ઉધોગ સાહસિક ના ગુણો લક્ષણો,માર્કેટિંગ મેનેજમેન્ટ,કેવા પ્રકારના ધંધા વિસ્તારમાં થાય તેની ચર્ચા,હિસાબો રાખવા ની માહિતી,પ્રોજેક્ટ રિપોર્ટ,લોન સબસિડી નો માહિતી,સરકાર દ્વારા ધંધા ને લગતી સહાય નું ધોરણ,ની જુદા જુદા રિસોર્સ પર્સન દ્વારા તાલીમ આપવામાં આવી હતી આમ કુલ 24 જેટલા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.તાલીમ બાદ દરેક લાભાર્થી ને ધંધો શરૂ કરે ત્યાં સુધી ની મદદ સી.ઈ.ડી. દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવે છે. તાલીમ માટે મોડાસા રિજિયનલ ઓફિસ મોડાસા ના ઓફિસ એક્ઝિક્યુટિવ રશીદ મલેક અને આસિસ્ટન્ટ ટ્રેનીંગ ઓફિસર મેહુલભાઈ પંડ્યા અને મોડાસા ઓફિસ ના સ્ટાફ સાથે રહી કોઓર્ડિનેટર મનોજભાઈ ને સતત માર્ગદર્શન આપી તાલીમ પૂર્ણ કરવા માં આવી હતી. સાથે સાથે આ તાલીમ બાદ દરેક લાભાર્થી ને તાલીમ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.સાથે સાથે સ્થાનિક એકમો પર મુલાકાત કરવામાં આવી.અને ધંધા ને વિસ્તરણ કરવા ની સમજ આપી હતી. કાર્યક્રમ માં ભાઈ શ્રી મનોજભાઈ નિનામા એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર 
જગદીશ ભાઈ પંડ્યા 
મેઘરજ અરવલ્લી

Comments