આદિવાસી પરંપરા અને સંસ્કૃતિનો જીવંત મહોત્સવ –27/2/2026 આંબલી અગિયારસ મેળો, નવાગામ(ઇસરી)નવાગામ ખાતે યોજાયેલ આંબલી અગિયારસ મેળો રીપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

આદિવાસી પરંપરા અને સંસ્કૃતિનો જીવંત મહોત્સવ –27/2/2026 આંબલી અગિયારસ મેળો, નવાગામ(ઇસરી)
નવાગામ ખાતે યોજાયેલ આંબલી અગિયારસ મેળામાં આદિવાસી સમાજની પરંપરા, પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. રંગબેરંગી પોશાક, લોકવેશભૂષા, પરંપરાગત વાનગીઓ સાથે મેળાએ ગ્રામ્ય જીવનની અસલ ઓળખ રજૂ કરી હતી.

મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આદિવાસી ગૌરવ અને પરંપરાનો આનંદ માણ્યો હતો. સ્થાનિક વેપારીઓ, મહિલાઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવી માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
શ્રી પી.સી. બારંડા દ્વારા સમાજની પરંપરાગત ઓળખ જળવાઈ રહે અને નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાય રહે તે માટે સતત પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવે છે. તેમનો સમાજપ્રત્યેનો સમર્પણભાવ અને પરંપરાગત મૂલ્યો પ્રત્યેની લાગણી વિસ્તારના લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

આંબલી અગિયારસ મેળો માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ જ નથી, પરંતુ સમાજને એકતા, સંસ્કાર અને સંવાદિતાનું મંચ પૂરું પાડે છે. આવા મેળાઓ દ્વારા પરંપરાની જાળવણી સાથે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળે છે.

Comments