શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા તારીખ 18.3.2026 બુધવાર ના રોજ પાટોત્સવ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન રીપોર્ટર હર્ષદ જોષી મુંબઈ
શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા તારીખ 18.3.2026 બુધવાર ના રોજ પાટોત્સવ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર,એકસર રોડ, બોરીવલી વેસ્ટ માં શ્રી વિજયભાઇ જોષી ના આચાર્ય પદે યોજાયો હતો, મુખ્ય યજમાન શ્રી શિવાંગ બીપીનભાઈ પંડ્યા, તેમજ યજ્ઞ ના આહુતિ યજમાન શ્રી પરાગભાઇ ઉપાધ્યાય, શ્રી જયંતીલાલ ઉપાધ્યાય, શ્રી આનંદભાઈ જોષી, શ્રી કંદર્પભાઈ જોષી, બીપીનભાઈ પંડ્યા, મનનભાઈ પુરોહિત ,જૈનીલ કીરણ ભાઈ પંડ્યા, રાકેશભાઈ ગુણવંત ભાઈ જોષી એ લાભ લીધો હતો . ભટ્ટમેવાડા બ્રાહ્મણો તેમજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો, તથા એકલિંગજી દાદા ના ભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન તથા મહા પ્રસાદ નો લાભ લીધો હતો ,આ ઉત્સવ ને પરી પૂર્ણ કરવા માટે કમીટીના દરેક સભ્યો એ તન મન ધન થી સેવા આપી હતી.શ્રી સજૅન યુવક સંઘ મુંબઈ ના પ્રતિનિધિ મંત્રી શ્રી જયકાન્તભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા
Comments
Post a Comment