હિંમતનગરના ઘોરવાડા ગામે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'રાત્રિ ગ્રામસભા' યોજાઈ* reporter minesh bhai Vyas talod
*હિંમતનગરના ઘોરવાડા ગામે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'રાત્રિ ગ્રામસભા' યોજાઈ*
*****
સાબરકાંઠા જિલ્લાના નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલના ઉમદા હેતુ સાથે હિંમતનગર તાલુકાના ઘોરવાડા ગામે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'રાત્રિ ગ્રામસભા'યોજાઈ હતી.
આ ગ્રામસભા દરમિયાન ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગામના પાયાના પ્રશ્નો અને અન્ય સરકારી યોજનાઓના અમલીકરણ અંગે રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ ગ્રામજનોની રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી.કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનું ઝડપી અને ગુણવત્તાયુક્ત નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી, નાયબ મામલતદાર શ્રી, તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ તેમજ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment