*હિંમતનગરમાં ખાદ્ય વ્યવસાયકારો માટે FSSAI રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*સ્થળ પર જ ૨૭ લાયસન્સ ઈસ્યુ કરાયા* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*હિંમતનગરમાં ખાદ્ય વ્યવસાયકારો માટે FSSAI રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*
****
*સ્થળ પર જ ૨૭ લાયસન્સ ઈસ્યુ કરાયા*
***
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, હિંમતનગર દ્વારા નાના અને મધ્યમ ખાદ્ય વ્યવસાયકારોના હિતમાં એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત મિલેનરી ખાતે FSSAI અંતર્ગત 'ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક રિટેલર્સ, ફેરિયાઓ અને લારી-ગલ્લા ચલાવતા વ્યવસાયકારોને કાયદાકીય પ્રક્રિયામાં મદદરૂપ થવાનો હતો.
પાત્રતા ધરાવતા ૨૭ જેટલા વ્યવસાયકારોને સ્થળ પર જ તત્કાલ ફૂડ રજીસ્ટ્રેશન એનાયત કરવામાં આવ્યા હતા.
ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર - હિંમતનગરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ખાદ્ય પદાર્થોના વેચાણ સાથે જોડાયેલા તમામ નાના-મોટા વેપારીઓ માટે FSSAI રજીસ્ટ્રેશન ફરજિયાત છે. આ પ્રકારના કેમ્પ દ્વારા વેપારીઓ કોઈપણ એજન્ટ વગર સીધી જ સરકારી પ્રક્રિયાનો લાભ લઈ શકે છે અને નિયમોનું પાલન કરી શકે છે.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Comments
Post a Comment