સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયુ હતું.. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરી માલા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયુ હતું..

સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૬૦૦ તાલીમ વર્ગો અને ૮ કૃષિ મેળા યોજવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન ૧.૬૦ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું, જેમાંથી ૨૭,૪૪૫ ખેડૂતોએ ૧૪,૦૧૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ ઝુંબેશ હેઠળ ૧૮૯ મોડેલ ફાર્મ માટે રૂ.૨૬.૦૪ લાખ અને જીવામૃત બનાવવા માટે ૧૬ સંસ્થાઓને રૂ.૧૨.૬૦ લાખની સહાય પૂરી પાડવામાં આવી છે. હાલમાં જિલ્લામાં ૮૦૦થી વધુ ખેડૂતો ધરાવતા ૨ FPO અને ઉત્પાદનોના વેચાણ માટે કુલ ૧૪૦ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે.

મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતુ. તેમજ ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Comments