ડૉ. જીગર કીર્તિકુમાર જોશીએ તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ
અભિનંદન: . જીગર જોશીને ડૉપીએચડીની પદવી પ્રાપ્ત
મૂળ વતન દેશોત્તરના અને હાલ મુંબઈ નાલાસોપારા ખાતે વસવાટ કરતા વિદ્વાન ડૉ. જીગર કીર્તિકુમાર જોશીએ તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે પેસિફિક એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીમાંથી 'ડિજિટલ પેમેન્ટ' વિષય પર મહાનિબંધ લખીને સફળતાપૂર્વક પીએચડીની પદવી હાંસલ કરી છે. તેમણે કોવિડ-19ના સમયગાળા દરમિયાન 2021માં પીએચડીની શરૂઆત કરી હતી અને માત્ર ચાર વર્ષના ગાળામાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
પત્રકાર સાથેની વાતચીતમાં ડૉ. જીગરભાઈ જોશીએ જણાવ્યું કે તેમણે પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી કીર્તિકુમાર નટવરલાલ જોશીના સ્વપ્નને સાકાર કર્યું છે. તેમના પિતા હંમેશા તેમને એક લાયક વ્યાવસાયિક તરીકે જોવા ઈચ્છતા હતા. શાળાકીય શિક્ષણથી લઈને પીએચડી સુધીની આ લાંબી શૈક્ષણિક સફર દરમિયાન પિતાશ્રીનું માર્ગદર્શન અને પ્રેરણા હંમેશા તેમની સાથે રહી. ડૉ. જોશીએ જણાવ્યું, "પિતાશ્રી વારંવાર કહેતા, 'આળસ કરવામાં પણ આળસ કરો' એટલે કે આળસને પણ ટાળો. આ મંત્રને મેં જીવનમાં ઉતાર્યો અને મારા અભ્યાસમાં ક્યારેય કોઈ કસર છોડી નથી."
આ સમગ્ર સફર દરમિયાન પોતાની સાથે રહેવા અને પ્રોત્સાહન આપવા બદલ તેમણે પોતાનાં માતુશ્રી કોકીલાબેન જોશીનો વિશેષ આભાર માન્યો હતો. સાથે જ તેમણે પોતાના લેખન અને સંશોધનમાં અમૂલ્ય યોગદાન આપનાર સમગ્ર પરિવારનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાનો આ સંશોધન મહાનિબંધ પોતાનાં માતુશ્રીને સમર્પિત કર્યો છે, જે તેમના પ્રત્યેના અઢળક પ્રેમ અને આદરને પ્રતિબિંબિત કરે છે.
સાબર આવાજ વતી ગુજરાત તેમજ મુંબઈ, મહારાષ્ટ્રના સંયોજક હર્ષદભાઈ જોશીએ ડૉ. જીગર જોશીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું, "ધન્ય છે તે માતા-પિતાને અને ધન્ય છે એવા સપૂતોને, જેઓ પોતાના માતા-પિતાનું નામ રોશન કરે છે. ડૉ. જીગરભાઈની આ સિદ્ધિ દરેક માટે પ્રેરણાદાયી છે."
Comments
Post a Comment