સાબરકાંઠા જિલ્લામાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી એ જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવ્યુ રીપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ

*સાબરકાંઠા જિલ્લામાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી એ જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવ્યુ*
**
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગાયત્રી સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બાળલગ્ન જેવી સામાજિક બદીને નાબૂદ કરવાના ઉમદા હેતુથી ‘બાળલગ્ન મુક્ત રથ’નું જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમજ સિગ્નેચર કેમ્પેઇન દ્રારા લોકોને બાળ લગ્ન નાબૂદી માટે પ્રતિબંધ કરાશે.

બાળ વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ૨૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવેલા ‘બાળલગ્ન મુક્ત ભારત (BVMB)’ અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, ૨૭ નવેમ્બર ૨૦૨૫ થી ૦૮ માર્ચ ૨૦૨૬ સુધી દેશભરમાં ૧૦૦ દિવસનું વિશેષ થીમ આધારિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ જનજાગૃતિ રથ આગામી દિવસોમાં જિલ્લાના ગામે-ગામ ફરીને લોકોને જાગૃત કરવાનું કાર્ય કરશે.

આ ૧૦૦ દિવસીય અભિયાન દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્નના ગેરફાયદા અને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજણ આપી, સાબરકાંઠાને સંપૂર્ણપણે બાળલગ્ન મુક્ત જિલ્લો બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનિષભાઇ જોષી, મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. પ્રજ્ઞાબેન તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.એસ. પાંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ રીઝનલ કોઓર્ડીનેટર શ્રી વિક્રમસિંહ રહેવર, ગાયત્રી સેવા સંસ્થાના સ્થાપક ડો. શૈલેન્દ્ર પંડ્યા તથા પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી નિતિન પાલીવાલ સહિતના સ્ટાફગણે હાજર રહી અભિયાનને સફળ બનાવવા સંકલ્પ લીધો હતો.

Comments