*હિંમતનગરમાં '૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ'ની સમયસૂચકતા: ગંભીર હાલતમાં રહેલી ગાયનું સફળ ઓપરેશન કરી જીવ બચાવાય રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગરમાં '૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ'ની સમયસૂચકતા: ગંભીર હાલતમાં રહેલી ગાયનું સફળ ઓપરેશન કરી જીવ બચાવાયો*
**
હિંમતનગર શહેરમાં પશુઓની વહારે આવતી '૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ'ની ટીમે ગાયને નવજીવન આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોતીપુરા સ્થિત ઉમા વિદ્યાલય વિસ્તારમાં પ્રસૂતિ બાદ ગંભીર હાલતમાં મુકાયેલી ગાયનું સફળ ઓપરેશન કરી તેને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવી હતી.

ગાયને પ્રસૂતિ થયા બાદ તરત જ ગર્ભાશય બહાર આવી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પશુપાલક દ્વારા તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઇન પર સંપર્ક કરવામાં આવતા કરુણા એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પશુચિકિત્સક ડો. સમીર ડોડીયા અને તેમના સહયોગી ડ્રાઇવર-કમ-ડ્રેસર રતનસિંહ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આશરે બે કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશન બાદ ગર્ભાશયને સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ડોક્ટરની કુશળતા અને સમયસૂચકતાને કારણે ગાયનો જીવ બચાવી શકાયો હતો.

સ્થાનિકો અને પશુપાલકોએ ગુજરાત સરકારની '૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ' સેવાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સરકારશ્રીની આ સેવાથી શહેરી વિસ્તારોમાં પશુઓને ઘરઆંગણે આકસ્મિક સારવાર મળી રહે છે, જેના કારણે અનેક અબોલ જીવોના જીવ બચી રહ્યા છે.

Comments