સાબરકાંઠામાં ૧૯૬૨ પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા કરુણા અભિયાન હેઠળ ૧૪૧ જીવોને સારવાર અપાઈ*રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*સાબરકાંઠામાં ૧૯૬૨ પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા કરુણા અભિયાન હેઠળ ૧૪૧ જીવોને સારવાર અપાઈ*
***
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ અને અન્ય અબોલ જીવોની તાત્કાલિક સારવાર માટે સાબરકાંઠામાં '૧૯૬૨' પશુ હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકારના 'કરુણા અભિયાન' અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધીના પાંચ દિવસમાં ૧૯૬૨ની ટીમે જિલ્લાભરમાં દોડી કુલ ૧૪૧ પશુ-પક્ષીઓને જીવતદાન આપ્યું છે.
સાબરકાંઠામાં ૧૯૬૨ મોબાઈલ વેટરનરી સર્વિસ દ્વારા કરવામાં આવેલી દૈનિક કામગીરીની વિગત જોઈએ તો, અભિયાનના પ્રારંભે ૧૦ જાન્યુઆરીના રોજ -૩૧, ૧૧ જાન્યુઆરીએ -૨૪, ૧૨ જાન્યુઆરીએ -૨૯, ૧૩ જાન્યુઆરીએ -૨૬ અને મકરસંક્રાંતિના પર્વે એટલે કે ૧૪ જાન્યુઆરીના રોજ -૩૧ એમ પાંચ દિવસમાં કુલ મળીને ૧૪૧ અબોલ જીવોને સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં પશુ હેલ્પલાઇન ૧૯૬૨ની ટીમો જરૂરી સાધનો અને જરૂરી દવાઓ સાથે સતત સજ્જ રહી હતી. કંટ્રોલ રૂમ પર આવતા કોલના આધારે એમ્બ્યુલન્સ અને પશુચિકિત્સકોની ટીમ દ્વારા ઘટનાસ્થળે જ પક્ષીઓની સર્જરી અને પ્રાથમિક સારવાર કરી માનવતા મહેકાવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દોરીથી કપાયેલા પક્ષીઓને તાત્કાલિક મેડિકલ સહાય પહોંચાડવામાં ૧૯૬૨ સેવાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
સાબરકાંઠાના જીવદયા પ્રેમીઓએ પણ ૧૯૬૨ની આ ત્વરિત સેવા અને ડૉક્ટર્સની ટીમની કામગીરીની સરાહના કરી છે.
Comments
Post a Comment