*ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે 'કરુણા અભિયાન' અંતર્ગત રેલી યોજાઈ*
***
ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓના જીવ બચાવવા અને માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'કરુણા અભિયાન' અંતર્ગત ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં વિસ્તરણ રેન્જ ઈડરનો વન વિભાગનો સ્ટાફ, સરપ્રતાપ હાઈસ્કૂલના નાના બાળકો તેમજ શાળાનો તમામ શિક્ષક સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો. આ રેલી સરપ્રતાપ હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગ એવા તિરંગા સર્કલ સુધી ગઈ હતી અને ત્યાંથી પરત શાળા ખાતે સંપન્ન થઈ હતી.
રેલી દરમિયાન બાળકો દ્વારા સ્થાનિક નાગરિકોને ઉતરાયણ પર્વ નિમિત્તે સાવધાની રાખવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો.પક્ષીઓ અને માનવીઓ માટે ઘાતક સાબિત થતી ચાઈનીઝ દોરી કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી.જો કોઈ પક્ષી દોરીથી ઈજાગ્રસ્ત થાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
Comments
Post a Comment