પ્રાંતિજના તાજપુર (ઓ) ખાતે રેવન્યુ વિભાગના એ.સી.એસ. શ્રી જયંતિ રવિ એસે ગ્રામ પંચાયત દફ્તર તપાસણી કરી* ** રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*પ્રાંતિજના તાજપુર (ઓ) ખાતે રેવન્યુ વિભાગના એ.સી.એસ. શ્રી જયંતિ રવિ એસે ગ્રામ પંચાયત દફ્તર તપાસણી કરી* 
*******
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર (ઓ) ખાતે રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી જયંતિ રવિ એસ. અને મહેસૂલ તપાસણી કમિશ્નર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશ્નર શ્રી બિજલ શાહે ગ્રામ પંચાયત દફ્તર તપાસણી કરી હતી. 
 
આ તપાસણીમાં મહેસૂલી ગામ નમૂના ૧ થી ૧૮ , ગૌચર જમીન, ગામના જમીનના નકશા, તલાટી મેન્યુઅલની તપાસ, મિલકતની નોંધ, આકારણી રજીસ્ટર, વસૂલાત સહિત ના રજીસ્ટરની ચકાસણી કરી હતી. તેમજ ગામના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. 

આ સાથે ગામના ખેડૂત ખાતેદાર ની જમીનના ક્ષેત્રફળની તપાસ કરી હતી. 

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, નિવાસી કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંતિજ પ્રાંત શ્રી આયુષી જૈન, હિંમતનગર પ્રાંત શ્રી વિમલ ચૌધરી, ડીએલ.આઈ.આર. શ્રી સાધુ, ગામના સરપંચ શ્રીમતી વીણાબેન ચૌધરી, ડે. સરપંચ શ્રીમતી નિકિતાબેન પટેલ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Comments