૧૦૮ એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય, એમ્બ્યુલન્સમાં કરાવાઈ સફળ પ્રસૂતિ રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*૧૦૮ એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય, એમ્બ્યુલન્સમાં કરાવાઈ સફળ પ્રસૂતિ*
**
કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’ અને આ ઉક્તિને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ની ટીમે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૧૦૮ની ટીમે સમયસૂચકતા અને કુશળતા દાખવી રસ્તામાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે.
ઇડર તાલુકાના રૂદરડી ગામના રહેવાસી અલકાબેન શૈલેષભાઈ ગમારને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંદેશ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના EMT પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરિયા દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પ્રસૂતિની પીડા અસહ્ય બની ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને સમજીને, ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ૧૦૮માં ઉપલબ્ધ આધુનિક સાધનસામગ્રીની મદદથી અને ERCP ડોક્ટરની સલાહ મુજબ સલામત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી. અલકાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ઇડર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
Comments
Post a Comment