અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના તાલુકા પંચાયત ના હોલ માં સામાજિક સમરસતા શિબિર યોજાઈ. રિપોર્ટર જગદીશભાઈ પંડયા મેઘરજ

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના તાલુકા પંચાયત ના હોલ માં સામાજિક સમરસતા શિબિર યોજાઈ. 
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા આણંદ પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા પેટલાદ તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી એસ.એન.પટેલ, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી કૈલાસ બેન સોલંકી,તાલુકા કારોબારી સમિતિ ના ચેરમેન પ્રજ્ઞેશ ભાઈ પટેલ, અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ આણંદ ના પ્રોજેક્ટ ઓફિસર પાર્થભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટાફ, ટી . એલ.એમ.મિત ભાઈ પંડ્યા,આણંદ સંગઠન ના સરોજબેન ભ્રમભટ્ટ,તાલુકાના સરપંચ શ્રી ઓ, સભ્યો અને એ પીએમ ટીમ, ક્લસ્ટર કોઓર્ડિનેટર,સખી મંડળના અને ગ્રામ સંગઠન ના લીડરો,PMAY સ્ટાફ,SBM સ્ટાફ, મનરેગા સ્ટાફ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી જગદીશભાઇ પંડ્યા ની ઉપસ્થિતી માં શિબિર યોજાઈ હતી.  
સૌ પ્રથમ આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાન પરિચય બાદ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરી ને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જગદીશભાઇ પંડ્યા એ શિબિર નો હેતુ સમજાવવા માં આવ્યો અને ભારતીય બંધારણ અને એટ્રોસીટી કાયદા ની સમજ આપી અને સંસ્થા ની પ્રવૃતિ ની માહિતી તેમજ સરકારશ્રીની
  વિવિધ વિભાગો ની કલ્યાણકારી યોજનાઓ ની માહિતી અને મેળવવા શું શું દસ્તાવેજો જરૂરી છે. લાભ લેવા માટે ની પ્રક્રિયા ની માહિતી આપી હતી. સાથે સાથે વી.ઓ. ને લોન ના ચેક પણ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના ટ્રસ્ટી જગદીશભાઇ પંડ્યા ના હસ્તે વિતરણ કરાયું હતું. બહેનો એ પ્રશ્નોતરી કરી શિબિર રસપ્રદ બનાવી હતી. આ શિબિર માં આશરે75થી 80 થી વધુ સહભાગી ઉપસ્થીત રહ્યા હતા.
અંતે આભાર દર્શન મીત ભાઈ પંડ્યા દ્વારા કરવામાં હતું.તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિનોદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Comments