સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં તા.૧૩ મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું* જિલ્લા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં તા.૧૩ મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું* 

*સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૫ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૨,૫૪૩ કેસોનો સમાધાનથી નિકાલ*
     રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૩.૧૨.૨૦૨૫ નારોજ વર્ષ-૨૦૨૫ ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ અત્રેના સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર.રબારી તથા સચિવશ્રીની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં તા.૧૩મી ડિસેમ્બર ૨૦૨૫ નારોજ છેલ્લી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયેલ જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી તેમજ વકીલશ્રીઓ, પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈ ને લોકઅદાલત ને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું. 
      જેમાં સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૩૧ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૨,૬૦,૪૬,૫૭૨/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ ના એમ કુલ-૮,૩૮૩ કેસો, રકમ રૂ.૨૨,૦૨,૭૩,૬૫૯.૭૦ ના કેસોનું સમાધાનથી નિકાલ થયેલ તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૪૧૬૦ કેસો, રકમ રૂ.૧,૬૨,૦૨,૫૫૨.૧૮/- ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે. આમ કુલ મળી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ-૧૨,૫૪૩ કેસોનો સમાધાનથી નિકાલ થયેલ છે.

Comments