હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરાઈ* જિલ્લા રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરાઈ*
*** હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરાઈ*
***
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્ય સહીત સાબરકાંઠામાં વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ માટે ‘અસરકારક સંદેશા વ્યવહાર અને વર્તણૂંકલક્ષી તાલીમ’નો શુભારંભ*
***
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘સુશાસન દિવસ’ (Good Governance Day) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કર્મચારીઓના કૌશલ્ય વર્ધન માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આ તાલીમ અભિયાનની પ્રથમ બેચનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા તિજોરી કચેરી તથા પેટા તિજોરી કચેરી મારફતે પગાર મેળવતા જિલ્લાના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ માટે ‘ક્ષમતા નિર્માણ’ (Capacity Building) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચ આગામી તા. ૨૯/૧૨/૨૦૨૫ થી તા. ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન યોજાશે.
સુશાસનનો અર્થ માત્ર વહીવટ કરવો જ નહીં, પરંતુ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવોનો છે. અટલજીના જીવન મૂલ્યોને યાદ કરી, વહીવટી પ્રક્રિયામાં વધુ આધુનિકતા અને સંવેદનશીલતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અરજદારોના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અને લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિને 'સુશાસન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.સુશાસન દિવસનો મુખ્ય હેતુ સરકારની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને વહીવટી તંત્રને જનતા પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે.
આ કાર્યક્રમમાં મુખ્ય પોલીસવડાશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહીત જિલ્લાનાઅધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment