*હિંમતનગર ખાતે જુનિયર અને યુથ રેડ ક્રોસ અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો* જિલ્લા રિપોર્ટર મિનેશભાઇ વ્યાસ તલોદ

*હિંમતનગર ખાતે જુનિયર અને યુથ રેડ ક્રોસ અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો*
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 'જુનિયર રેડ ક્રોસ' અને 'યુથ રેડ ક્રોસ' અંગેની વિસ્તૃત માહિતી અને જાગૃતિ આપવા માટેનો એક વિશેષ કાર્યક્રમ રેડ ક્રોસ ભવન ખાતે યોજાયો હતો.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા રાજ્યભરમાં અનેકવિધ માનવતાવાદી કાર્યો ગુણવત્તાસભર રીતે કરવામાં આવી રહ્યા છે. આ વૈશ્વિક પ્રવૃત્તિના ભાગરૂપે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુનિયર રેડ ક્રોસ અને કોલેજના યુવાનો માટે યુથ રેડ ક્રોસ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

જુનિયર રેડ ક્રોસ મુખ્યત્વે ત્રણ લક્ષ્યો પર કાર્ય કરે છે આરોગ્ય, સેવા, વૈશ્વિક મૈત્રી. આ લક્ષ્યો થકી વિદ્યાર્થીઓમાં માનવ-સેવાની ભાવના વિકસે અને તેઓ ભવિષ્યમાં દેશના જવાબદાર અને સારા નાગરિક બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય શાખામાંથી ઉપસ્થિત રહેલા નરેશભાઈ ગોહિલ અને જયભાઈ દ્વારા ઉપસ્થિત સૌને જુનિયર અને યુથ રેડ ક્રોસની કામગીરી, તેની જરૂરિયાત અને સંસ્થાકીય માળખા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે રેડ ક્રોસ સાબરકાંઠા શાખાના ચેરમેન ડૉ. ભુપેન્દ્ર શાહ, વાઈસ ચેરમેન ડૉ. વી. એ. ગોપલાણી, વિપુલભાઈ સાંખલા તથા સર્જનસિંહ જેતાવત, જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ અને કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને રેડ ક્રોસનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments