ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના (એન.કે.એસ.પી.) અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ* * રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા
*ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના (એન.કે.એસ.પી.) અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ*
*****
સાબરકાંઠા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે જી.એન.એફ.સી.ની સી.એસ.આર. શાખા – નારદેસ દ્વારા સંચાલીત નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના (એન.કે.એસ.પી.) અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહેસાણાના જી.એન.એફ.સી. એરિયા મેનેજરશ્રી કૈલાશભાઈ પટેલીઆએ ખાતરના સમતોલ ઉપયોગ,ખાતર વ્યવસ્થાપન તેમજ જી.એન.એફ.સી. દ્વારા નિર્મિત પ્રાકૃતિક પેદાશોની માહિતી આપી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. જે. મિસ્ત્રીએ પ્રાકૃતિક કૃષિને લગતા અગત્યના મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક (બાગાયત) એ શ્રીમતી શિલ્પાબેન રાઠોડે ખેડૂત ભાઈઓને શક્કરટેટી, તડબુચ અને બટાકાના પાકમાં ધ્યાને લેવાના મુદ્દાઓ, પ્રાકૃતિક ખેતીના આયામો તેમજ બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા.
વૈજ્ઞાનિક (વિસ્તરણ)એ ડૉ. દિનેશ ડી. ચૌધરીએ ખેડૂત ભાઈઓને બજાર વ્યવસ્થાપન તથા પાક મૂલ્યવર્ધન વિષે માહિતી આપી હતી. તેમજ ખેડૂત ભાઈઓને ખેતીને લગતા પ્રશ્નો વિષે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવાઓ,વિવિધ જી.એન.એફ.સી. - જીલ્લા ઇન્ચાર્જશ્રીઓ,૧૦૦ જેટલાં પ્રગતિશીલ ખેડૂતભાઈઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment