પ્રાંતિજના ઇન્દિરાનગર ગામનો મુખ્ય માર્ગ બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયોર જિલ્લા રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

પ્રાંતિજના ઇન્દિરાનગર ગામનો મુખ્ય માર્ગ બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
******
       સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્દિરાનગર ગામે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામનો સ્ટ્રેચ આશરે ૪૦૦ મીટર લંબાઈનો છે. જે ગામનો મુખ્ય માર્ગ છે. તેમજ એ જ માર્ગ પરથી કોલેજ સહિતની સંસ્થાઓમાં જવાનો એક માત્ર સંપર્ક માર્ગ છે. કાર્યની તકનીકી જરૂરિયાતો તથા સલામતીના કારણોસર ખોદકામ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવું શક્ય નથી. આ વિસ્તાર માટે કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી. તેથી કામગીરી દરમિયાન માર્ગની તાત્કાલિક સમયગાળા માટે બંધ રાખવાની જરૂર છે.
    ઇન્દિરાનગરના મુખ્ય માર્ગ (લંબાઈ 400 મીટર) પર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના કામકાજ દરમિયાન માર્ગ બંધ કરવા અને તેની જગ્યાએ વૈકલ્પિક રુટ તરીકે સરકારી આઈ.ટી.આઈ. થઈ પીલુદ્રા બાગ જવાના રસ્તા ઉપર થઈ પ્રાંતિજ નેશનલ હાઈવે નં. 48 સુધીની પસંદગી કરાઇ છે. ઇન્દિરાનગર ગામનો મુખ્ય માર્ગ બંધ રાખવામાં આવે છે. આ રૂટ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તમામે વૈકલ્પિક રૂટનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામુ તા.૧૩/૩/૨૦૨૬ સુધી અમલી રહેશે. 
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

Comments