વણોદ ગામે ડો બાબા સાહેબ આંબેડકરના શ્રદ્ધાંજલિ ભજન સંધ્યા કાર્યક્રમ ઉજવાયો. રિપોર્ટર ડી કે મકવાણા દસાડા


 વણોદ ગામે ડો બાબા સાહેબ આંબેડકરના શ્રદ્ધાંજલિ ભજન સંધ્યા કાર્યક્રમ ઉજવાયો.


તારીખ 6 ડિસેમ્બર 1956 નાં રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર મહા પરીનિર્વાણ પામ્યા હતા.આ દિવસેની સ્મૃતિને યાદ કરવા 6 ડિસેમ્બર 2025 નાં રોજ 69માં મહા પરીનિર્વાણ દિવસે વણોદ મુકામે શ્રદ્ધાંજલિ ભજન સંધ્યાનું આયોજન શ્રી બળદેવ ભાઈ સોલંકી એને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી પારસ ભાઈ ખેર આ કાર્યક્રમના મુખ્ય પ્રેરણા દાયક હતા.કાર્યક્રમમાં ગામેગામ થી વિશાળ સંખ્યામાં લોકો બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
વણોદ ગામના ઉપ સરપંચ શ્રી નટુ ભાઈ રાઠોડઅને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી નટુ ભાઈ સોલંકી,વિક્રમ મકવાણા બેંક ઓફીસર,લાલા ભાઈ પરમાર મેહુલ ભાઈ સોલંકી,જીતુ ભાઈ પરમાર,પ્રકાશ ભાઈ કિશોરભાઈ વાઘેલા બાકરિય,અબ્દુલભાઈ કલાલ જિજ્ઞાસા બેન શુક્લ અને પાંચ મહિલા મંડળ ની તમામ મહિલાઓ સહિત મહોલ્લાના યુવાનોએ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.
શ્રદ્ધાંજલિ ભજન સંધ્યાના કલાકાર શ્રી મોહિન્દર મૌર્ય,પરસોત્તમભાઈ સોલંકી અને એમની ટીમ દ્વારા બબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments