શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિધાલય માં "Tample management course" નો પ્રારંભ રીપોટર વિપુલ વ્યાસ અંબાજી
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિધાલય માં "Tample management course" નો પ્રારંભ અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિરના વહીવટદાર શ્રી & અધિક કલેકટર મે. શ્રી કૌશિક મોદી સાહેબશ્રી ના હસ્તે કરવામાં આવ્યો તેમજ કાર્યક્રમ માં વિશેષ અતિથિ રૂપે અંબાજી ગામ ના સરપંચ શ્રી કલ્પનાબેન દવે તેમજ શ્રીઅંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય ના પ્રધાનાચાર્ય શ્રી હિંમતલાલ એ. દવે ગુરૂજી સભામંચ પર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ નો પ્રારંભ દીપપ્રાગટ્ય અને સરસ્વતી પૂજન સાથે થયો. સમારંભ ના અધ્યક્ષશ્રી તથા મંચસ્થ મહાનુભાવો નું સ્વાગત કરવા માં આવ્યું. પાર્થભાઈ ગુરૂજી દ્વારા "Tample management course" ની માહિતી પ્રસ્તાવના રૂપે પ્રસ્તુત કરવામાં આવી. આ કોર્ષ ૧ વર્ષ નો છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ દ્વારા માન્ય આ કોર્ષ જ્ઞાનપ્રદ છે. તમામ મિત્રોએ આ કોર્ષ માં જોડાવવું જોઈએ તેમ સંસ્કૃત પાઠશાળા ના પ્રધાનાચાર્યશ્રી એ તેમના ઉદબોધન માં જણાવવા માં આવ્યું. ત્યારબાદ આ વર્ષે કોર્ષમાં જોડાયેલ ૨૬ મિત્રોનું મે. સાહેબશ્રી તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા સ્વાગત-અભિનંદન કરવામાં આવ્યું.
અંતે અધ્યક્ષીય વકતવ્ય ના ભાગરૂપે વિદ્યા નું સ્થાન સર્વોચ્ચ છે. પાઠશાળા સંસ્કૃત અને સંસ્કૃતિ ની પરબ છે. અદ્યતન સુવિધા યુક્ત સુંદર ભવન માં સંસ્કૃત અને સનાતની સંસ્કૃતિ ના જતન માટે નવા નવા શૈક્ષણિક પ્રકલ્પો સ્થાપી વ્યક્તિત્વનિર્માણ , સામાજીક કલ્યાણ અને સ્વરાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવના કેળવાય તેવા ઉમદા હેતુઓ થી તમામ લોકો આ સંસ્થા સાથે વધારે થી વધારે સંખ્યા માં જોડાઈ સમાજ ને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. ત્યારબાદ "મંદિર વ્યવસ્થાપન કોર્ષ " માં જોડાયેલ ૨૬ મિત્રો ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી મે. શ્રી કૌશિકભાઈ મોદી સાહેબશ્રી એ બોધપ્રદ વકતવ્ય થી તમામ ઋષિકુમારો ને સંબોધિત કર્યા. ત્યારબાદ આભાર વિધિ સાથે "પૂર્ણમંત્ર" દ્વારા સમગ્ર કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો.
Comments
Post a Comment