ધાણધા વન ચેતના કેંદ્ર ખાતે PERG પ્રોજેક્ટ અંતર્ગત માઇક્રોપ્લાનિંગ અને આજીવિકા માટે મહત્ત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરાયું*રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*ધાણધા વન ચેતના કેંદ્ર ખાતે PERG પ્રોજેક્ટ અંતર્ગત માઇક્રોપ્લાનિંગ અને આજીવિકા માટે મહત્ત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરાયું*
**
ગુજરાત રાજ્ય વન વિભાગ અને જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્‍સી (JICA)ના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત ઉત્તર ગુજરાતના વન વિભાગો માટે એક દિવસીય મહત્ત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા વન વિભાગ દ્વારા વન ચેતના કેંદ્ર, ધાણધા ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સાબરકાંઠા વન વિભાગ અને અરવલ્લી વન વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી (JFMCs) અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHGs)ની આજીવિકા સુધારવા માટે માઇક્રોપ્લાન તૈયાર કરવા, લોક સંગઠનોનું સંસ્થાકીયકરણ કરવા અને ક્લસ્ટર-આધારિત સંગઠનોની સ્થાપના કરવા પર કેન્દ્રિત હતો.

કાર્યક્રમ દરમિયાન, PERG પ્રોજેક્ટના PMC નિષ્ણાંતો દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ ગામોના સર્વાંગી વિકાસ માટે માઇક્રોપ્લાન તૈયાર કરવા અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી.

તાલીમના ભાગરૂપે, હિંમતનગર તાલુકાના રાજેંદ્રનગર ગામ ખાતે ક્ષેત્રીય સ્ટાફ, JFMC સભ્યો, ગામના સરપંચ, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં રાજેન્‍દ્રનગર ગામનો માઇક્રોપ્લાન તથા સહભાગી ગ્રામીણ મુલ્યાંકનની પદ્ધતિઓ પર પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી, જે ગ્રામીણ સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. કે શશીકુમાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર PMU-PERG અને મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર, શ્રી પી.જે. ચૌધરી, નાયબ વન સંરક્ષક, સાબરકાંઠા વન વિભાગ, શ્રી આર.વી. રાઠોડ, નાયબ વન સંરક્ષક, ગાંધીનગર વન વિભાગ સહિત વિવિધ અગ્રણીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Comments