વિકાસના પથ પર અગ્રેસર સાબરકાંઠા–અરવલ્લી લોકસભા જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ

વિકાસના પથ પર અગ્રેસર સાબરકાંઠા–અરવલ્લી લોકસભા

સાબરકાંઠા–અરવલ્લી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા શામળાજી–ચિલોડા NH-48 સંબંધિત અનેક અગત્યના મુદ્દાઓ લોકસભામાં ઉઠાવવામાં આવ્યા હતા. આ રજૂઆતોના સકારાત્મક પરિણામે NH-48ના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ અંદાજિત રૂ. 57.82 કરોડની મંજુરી પ્રાપ્ત થઈ છે.

લોકસભામાં કરાયેલા પ્રયાસો હવે વિકાસ રૂપે ફળ આપવા લાગ્યા છે.


✅ મંજુર થયેલ મુખ્ય કામો

1) સાબરકાંઠા–અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા NH-48 પર સર્વિસ રોડનું RCC કામ
ગાભોઇ, પ્રાંતિજ અને મજ્રા વિસ્તારોમાં સર્વિસ રોડ RCC બનાવવા માટે
➡️ રૂ. 31,25,40,080

2) પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ
➡️ રૂ. 17,66,78,521

3) NH-48 પર વિવિધ સ્થળોએ ઓવરબ્રિજના સમારકામ
અરવલ્લી જિલ્લાના શામળપુર, સુનોખ અને સાબરકાંઠા જિલ્લાના ગાભોઇ, કરણપુર, આગિયોલ, પોગલું, તાજપુરકુઈ અને મજરા ખાતેના ઓવરબ્રિજ સમારકામ માટે
➡️ રૂ. 8,90,47,981

આ મહત્ત્વપૂર્ણ કાર્યોની મંજૂરી આપવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબનો ખૂબ ખૂબ આભાર.

આ વિકાસ કાર્યો સાબરકાંઠા–અરવલ્લી લોકસભાને વધુ પ્રગતિશીલ અને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ સિવાય ગાંધીનગર જિલ્લાના વિવિધ બ્રિજ માટે પણ અંદાજીત રૂ. ૧૩.૬૨ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
રિપોર્ટર જિલ્લા ચીફ રિપોર્ટર મિનેશભાઇ વ્યાસ તલોદ

Comments