તલોદ શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો... રીપોટર મિનેશ વ્યાસ તલોદ

*તલોદ શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો... જેમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ. તારાચંદ રીજુમલ નરસિંઘાણીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો દ્વારા સૌ કાર્યકરો ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ વેપાર સેલના સંયોજક શ્રી બીપીનભાઈ ઓઝા, પ્રાંતિજ - તલોદ ધારાસભ્યશ્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ શહેર ભાજપ પ્રમુખ શ્રી કૌશલ ગજ્જર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રમીલાબેન ચાવડા, કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રકુમાર શાહ (માલાભાઈ), મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરી તેમજ નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, સંગઠનના સૌ હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો તથા સૌ સંનિષ્ઠ કાર્યકરો, વેપારી આગેવાનો, અગ્રણી ડોક્ટરશ્રીઓ, ઉપસ્થિત રહ્યાં હતાં...*

Comments