સાબરકાંઠા જિલ્લાના મેડિકલ ઓફિસરોને સર્પદંશ કેસોમાં તાત્કાલિક સારવાર અને મ્રુત્યુ નિવારણ અંગે વિશેષ તાલીમ જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ
*સાબરકાંઠા જિલ્લાના મેડિકલ ઓફિસરોને સર્પદંશ કેસોમાં તાત્કાલિક સારવાર અને મ્રુત્યુ નિવારણ અંગે વિશેષ તાલીમ*
**
જિલ્લા પંચાયત હોલ, હિંમતનગર, સાબરકાંઠા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિશોરસિહં ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મેડિકલ ઓફિસરો માટે સર્પદંશ નિવારણ, લક્ષણોની ઓળખ અને એન્ટી-સ્નેક વેનમના સલામત ઉપયોગ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ધરમપુર, વલસાડના સર્પદંશ નિષ્ણાંત સર્જન ડો. ધીરુભાઈ પટેલે મેડિકલ ઓફિસરોને ઝડપી પ્રાથમિક સારવાર, શોક મેનેજમેન્ટ, યોગ્ય રિફરલ પ્રોટોકોલ તથા દર્દી બચાવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં, તેમણે ખેત મજૂરો માટે સર્પદંશ નિવારણ અંગે જાગૃતિ અભિયાન દરમિયાન રાત્રે ખેતરમાં કામદારોને ટોર્ચ, રબરના બૂટ અને અન્ય સાવચેતીના ઉપાયો અંગે સમજણ આપી હતી. સાથે જ, સર્પદંશ પછી ગ્રામજનોમાં પ્રચલિત ખોટા અને જોખમી ઉપચારના જોખમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિ ડો.કિશોરસિહં ચારણે જિલ્લાના તબીબોને સર્પદંશથી થતા મૃત્યુમાં ઘટાડો લાવવા માટે “Zero Death Due To Snakebite ” માટે સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી.
સાબરકાંઠામાં ચોમાસા અને ખેતીના સમય દરમિયાન સર્પદંશના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, આ વિશેષ તાલીમ દર્દીના જીવન બચાવવા માટે સુવર્ણ અવસર સમાન છે.
Comments
Post a Comment