જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું ખેડબ્રહ્મા ખાતે ભવ્ય સ્વાગતઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ખેડબ્રહ્મા શાખા દ્વારા ઉત્સાહભેર આયોજન*રીપોટર જનકભાઈ જોષી ખેડબ્રહ્મા

જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું ખેડબ્રહ્મા ખાતે ભવ્ય સ્વાગત
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ખેડબ્રહ્મા શાખા દ્વારા ઉત્સાહભેર આયોજન**
ભારતના જનનાયક અને આદિવાસી સમાજના વીર પુરુષ ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત “જનજાતિ ગૌરવ કળશ યાત્રા” આજે ખેડબ્રહ્મા તાલુકામાં પહોંચતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. કળશ યાત્રાની આગમન વિધિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભ્યાસ) ખેડબ્રહ્મા શાખા દ્વારા નવી મેત્રાલ હાઇસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રા જ્યારે નવી મેત્રાલ હાઇસ્કૂલ પરિસરમાં પહોંચી ત્યારે વિદ્યાર્થીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઘનઘોર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય પ્રસંગે ભગવાન બિરસા મુંડાની મૂર્તિના સમક્ષ કંકુ–ચોખાથી વધામણી કરીને યાત્રાને વંદન કરવામાં આવ્યું હતું. આ લોક પરંપરાગત વિધિએ કાર્યક્રમમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તેજ ઉમેર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અનેક મુખ્ય પદાધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. જેમાં વિભાગ સંયોજક કેનીભાઇ પંચાલ, જિલ્લા સહ સંયોજક જેનીલભાઈ સોની, ખેડબ્રહ્મા શાખાના અધ્યક્ષ રશ્મિકાંત પટેલ, મંત્રી દીર્ઘભાઈ ભાવાણી, સહમંત્રી નીખીલ પંડ્યા, મીડિયા સંયોજક તેજ પટેલ, વિશ્વાસ પંચાલ, મન સગર સહિત વિસ્તરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે પ્રેરણાનું અનોખું પ્રતિક છે. તેમના બલિદાન, તેમના વિચારો અને તેમની લોકકલ્યાણની વિચારસરણીને નવા યુગમાં પહોંચાડવાની જવાબદારી યુવા પેઢીએ નિભાવવી જરૂરી હોવાનું વક્તાઓએ ઉમેર્યું હતું.
જનજાતિ ગૌરવ કળશ યાત્રાનો હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને વિસ્થીર્ણ સમાજ સુધી પહોંચાડવાનો છે. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યાએ ઉપસ્થિત રહીને આ પવિત્ર યાત્રાનો ભાવપૂર્વક સ્વાગત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં યુવાનોની ઉત્સુકતા અને સંસ્થાના કાર્યકર્તાઓના સેવાભાવને કારણે યાત્રા ખુબજ સફળ અને યાદગાર બની રહી હતી.

Comments