બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા સમુહ જનોઈ નું આયોજન થયુંરીપોટર હર્ષદ જોશી મુંબઈ


   બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા સમુહ જનોઈ નું આયોજન થયું
       
બ્રાહ્મણ સેવા સમાજ (૫૦ મુ વર્ષ) દ્વારા તેના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ૧૬ નવેમ્બર ૨૦૨૫ ને રવિવારે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ ના બ્રહ્મજનો માટે બોરીવલી ના ગુરુદ્વારા હોલ ખાતે સમુહ જનોઈ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ૧૩ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. બટુક ના કુટુંબીજનો, મિત્રો, સગા સંબંધીઓ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા. બટુકોને આશિર્વચન આપવા ભાગવતાચાર્ય શ્રી લાભશંકરભાઇ ઓઝા , નિરંજનભાઈ વ્યાસ સર, શ્રી સૅજન યુવક સંઘ મુંબઈ ના મંત્રી,જયકાન્તભાઈ જોશી, માજી નગર સેવક રાજુભાઈ વ્યાસ કેતનભાઈ ઉપાધ્યાય , કોકિલાબેન જોશી ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા. મુખ્ય આચાર્ય પદે યુવા ભાગવતાચાર્ય ડૉ દિપકકુમાર ભટ્ટ અને પ્રહલાદભાઈ પાઠક દ્વારા વિધિ કરાવવામાં આવી હતી. સમગ્ર વિધિ માટે એક કુંડી પર એક બટુક અને એક ભૂદેવ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંત માં બટુક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    પ્રસંગના દિવસે સવારે ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકર્તાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બપોરે સન્માન સમારંભ માં સંસ્થાના પ્રમુખ અલકેશભાઈ વ્યાસ અને સંસ્થાની બહેનો દ્વારા લાભશંકરભાઇ ઓઝા ને સ્મૃતિ ચિન્હ આપી અને શાલ ઓઢાડી, માનદ મંત્રી હિરેનભાઈ પંડ્યા દ્વારા પ્રહલાદભાઈ પાઠકને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન પ્રોફેસર સુશ્રી હરિનીબેન ત્રિવેદી એ કર્યું હતું. 
     અલકેશભાઈ વ્યાસ એ સમૂહમાં જોડાયેલા સર્વે બટુક, કુટુંબીજનો, કાર્યકર્તા, દાતાશ્રીઓ, પંડ્યા કેટરર્સ નો આભાર માની આગામી સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે નવચંડી હવન અને ૧૦૮મો પરિચય મેળાની માહિતી આપી હતી

Comments