સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા સમાવિષ્ઠ ઝીંઝુવાડા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત નૂતનવર્ષનુ સ્નેહ મિલન કાર્યક્રમ આદરીયાણા રામદેવ પીર મંદિર ખાતે યોજાયુ* રીપોટર ડી.કે.મકવાણા વિસાવડી
*સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા સમાવિષ્ઠ ઝીંઝુવાડા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત નૂતનવર્ષનુ સ્નેહ મિલન કાર્યક્રમ આદરીયાણા રામદેવ પીર મંદિર ખાતે યોજાયુ* ઝીંઝુવાડા જિલ્લા પંચાયત સીટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં આપણા યુવાન ઉત્સાહી જિલ્લા પ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિમાં નવા વર્ષ નુ સ્નેહમિલન સમારંભ યોજાયો જેમા ઉપસ્થિત રહી, સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પી. કે. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય,પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ઉદુભા ઝાલા સહિત સંગઠનના અનેક હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ આદરીયાણા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ ને સફળ બનાવવા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન શ્રી રામભાઈ રથવી તાલુકા ભાજપ સંગઠન ના મંત્રી શ્રી નરેશભાઈ રબારી યુવા મોરચા ના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ રથવી જીવાભાઈ ,ભલાભાઈ, સરપંચ શ્રી રસિકભાઈ ઉપસરપંચ અને ઉત્સાહી આગેવાન શ્રી મોહનભાઈ રથવી ની કામગીરી વિશેષ હતી આ જા મોરચા ના મંત્રી શ્રી ભાવેશભાઈ રાઠોડ , ભાવનાબેન દરજી સહિત અનેક રાજકીય આગેવાનો એ સમારોહ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
Comments
Post a Comment