હિંમતનગરના સાયબાપુર ગામે કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઇ* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*હિંમતનગરના સાયબાપુર ગામે કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઇ*
****
*મતદારયાદી ખાસ સધન સુધારણા અંગે ગામલોકોને માર્ગદર્શન આપાયુ*
***
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભા દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ ગામલોકોને મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાત્રતા ધરાવતા કોઈ નાગરિકનું નામ મતદારયાદીમાંથી બાકી ન રહે તેમજ પાત્રતા ન ધરાવતા વ્યક્તિઓનું નામ યાદીમાં ન રહે તે માટે દરેકે પોતાનો ફાળો આપવો જરૂરી છે. તેમણે ગામલોકોને અપીલ કરી હતી કે મરણ પામેલ, કાયમી સ્થળાંતર થયેલ અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામોમાં સુધારણા/કમી કરવા માટે આપેલ ઇન્યુમરેશન ફોર્મમાં સાચી માહિતી ભરવી અને તે બુથ લેવલ ઓફિસરને પરત આપવાની રહેશે.
વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી તા. ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી વિસ્તારના મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર હાજર રહેશે, જ્યાં મતદારોને ફોર્મ ભરવા, મેપિંગ/લિન્કીંગ કરવા અને ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં સહાયતા કરવામાં આવશે.
રાત્રી સભા દરમ્યાન સાયબાપુર ગામના બુથ લેવલ ઓફિસર તથા સુપરવાઇઝરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને ગણતરી ફોર્મ ભરવામાં સહાય કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ રાત્રીસભામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાજેશકુમાર ચૌહાણ, મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી વિમલ ચૌઘરી, બુથ લેવલ ઓફિસરશ્રી, સુપરવાઇઝરશ્રી તથા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment