સાબરકાંઠા જિલ્લાના ૫ BLOની ૧૦૦% કામગીરી પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર શ્રી ના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરાયા*
*સાબરકાંઠા જિલ્લાના ૫ BLOની ૧૦૦% કામગીરી પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર શ્રી ના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરાયા*
***
સાબરકાંઠા જિલ્લામાં SIR (મતદાર યાદી સઘન સુધારણા) કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત બીએલઓ શ્રી દ્વારા મતદારોના ઘરે ઘરે જઈ મતદાર યાદી સુધારણા ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સાબરકાંઠાના શિક્ષકો દ્વારા પોતાના વિસ્તારની સો ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ પ્રમાણપત્ર આપી તેમની કામગીરીને બિરદાવી હતી
સાબરકાંઠા જીલ્લાના ૨૮-ઇડર વિઘાનસભા મતવિસ્તારના ભાગ નં.૧૨૦ (સરદાપુરા) ના BLO શ્રી પટેલ મયુરકુમાર ડી, ભાગ નં.૧૩૩ (પ્રતાપપુરા) ના BLO શ્રી પટેલ વિપુલકુમાર જે. તથા ર૯-ખેડબ્રહમા વિઘાનસભા મતવિભાગના ભાગ નં.૧૭૬ (દેલવાડા) ના BLO શ્રી પટેલ હિરેનકુમાર મનુભાઇ, ભાગ નં.૧૭૭ (નીચી ઘનાલ) ના BLO સુશ્રી પટેલ ચેતનાબેન ડાહયાભાઇ, તથા ૩૩-પ્રાંતિજ વિઘાનસભા મતવિભાગના ભાગ નં.૨૦૧ (નાની શિહોલી) ના BLO શ્રી પટેલ સતીષકુમાર વિઠૃલભાઇએ તેઓના મતવિસ્તારમાં આવેલા અનુક્રમે-૩૩૮, ૬૧૦, ૧૨૮, ૫૧૬ તથા ૩૬૯ મતદારોનો ઘરેઘરે ફરીને સંપર્ક સાઘીને EF (ગણતરી ફોર્મ) વિતરણ કરી અરજદારો પાસેથી પરત મેળવી BLO App. માં એન્ટ્રી પૂણ કરી મતદારયાદી ખાસ સુઘારણાની ૧૦૦% કામગીરી પૂર્ણ કરી ખૂબ જ સારી ફરજ બજાવેલ છે. જે પ્રશંસનીય કામગીરી બદલ જીલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી લલિત નાયરાયણ સિંધ સાંદુએ BLO શ્રીઓને તેઓની ઓફિસમાં બોલીવી અભિનંદન પાઠવી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ અન્ય બી.એલ.ઓને પણ પોતાની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અપીલ કરેલ છે.
અ.નં. જીલ્લાનું નામ BLO શ્રીનું નામ વિ.મ.વિ.નું નંબર અને નામ ભાગ નંબર કુલ મતદારો
૧ સાબરકાંઠા પટેલ મયુરકુમાર ડી. ૨૮-ઇડર ૧૨૦-સરદારપુર ૩૩૮
૨ સાબરકાંઠા પટેલ વિપુલકુમાર જે. ૨૮-ઇડર ૧૩૩-પ્રતાપપુરા ૬૧૦
૩ સાબરકાંઠા પટેલ હિરેનકુમાર મનુભાઇ ૨૯-ખેડબ્રહમા ૧૭૬-દેલવાડા ૧૨૮
૪ સાબરકાંઠા પટેલ ચેતનાબેન ડાહયાભાઇ ૨૯-ખેડબ્રહમા ૧૭૭-નીચી ઘનાલ ૫૧૬
Comments
Post a Comment