નવ નિયુક્ત પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા પદયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*નવ નિયુક્ત પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા પદયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ*

*તા.૧૬ થી ૨૨ નવેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે*

*પ્રત્યેક પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે*

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં‌ પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ મંત્રી શ્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે 'એક ભારત આત્મનિર્ભર ભારત' ના સૂત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૬ થી તા.૨૨ નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા‌ યોજાશે. જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાં જિલ્લા કક્ષાની પદયાત્રા હિંમતનગર ખાતે યોજાશે. પ્રત્યેક પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે. 

જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે. 'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરવાની સાથે એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત સખી મંડળના સ્ટોલ્સ ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે.'સરદાર@150 યંગ લીડર ક્વિઝ', 'સરદાર@150 નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' યોજાશે, જેના માટે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

આ આયોજનમાં મહત્તમ નાગરિકો ભાગ લે‌ તે પ્રકારનું સુચારુ આયોજન કરવાં મંત્રીશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.મંત્રીશ્રીએ મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ સંકલનમાં રહી કામગીરી કરવા સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલ ઉપાધ્યાય, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર,તમામ પ્રાંત શ્રી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments