હિંમતનગર જુની સિવિલ ખાતે ધારાસભ્યશ્રી વી ડી ઝાલાના હસ્તે ટીબી રોગના આધુનિક અને ચોક્કસ નિદાન માટે “ટ્રુનાટ મશીન”નું લોકાર્પણ કરાયું રિપોર્ટર મિનેષભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગર જુની સિવિલ ખાતે ધારાસભ્યશ્રી વી ડી ઝાલાના હસ્તે ટીબી રોગના આધુનિક અને ચોક્કસ નિદાન માટે “ટ્રુનાટ મશીન”નું લોકાર્પણ કરાયું*
***** 
 સાબરકાંઠામાં જિલ્લા ક્ષય કેન્દ્ર, હિંમતનગર ખાતે "ટીબી મુક્ત ભારત અભિયાન" અંતર્ગત ટીબી રોગના આધુનિક અને ચોક્કસ નિદાન માટે ₹15 લાખની કિંમતના “ટ્રુનાટ મશીન”નું હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીનને નવી સુવિધાથી ક્ષય રોગના શંકાસ્પદ દર્દીના ગળફાની ચકાસણી અધ્યતન મશીનથી થશે અને નિદાન વધુ સારી રીતે થઈ શકશે. જેથી ટીબી રોગની સમયસર ઓળખ અને તાત્કાલિક સારવારમાં આપી શકાશે. 
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયા, ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ પટેલ, મેડિકલ ઓફિસરશ્રી ડો. દેવઆશિષ ત્રિવેદી, તથા જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****

Comments