જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ: સાબરકાંઠાના ઉજેડીયા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ: સાબરકાંઠાના ઉજેડીયા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી*
*
*કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર લાભ વિતરણ કરાયું*
*
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં 'વિકાસ સપ્તાહ'ની શરૂઆત થઈ છે. આ ઉજવણીના બીજા દિવસે સાબરકાંઠાના તલોદ તાલુકાના ઉજેડીયા ખાતે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથ ઉજેડીયા પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉજેડીયા ખાતેના વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સૌ કોઈએ ભારત વિકાસ શપથ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારે વિકાસ સપ્તાહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ વિકાસ રથ દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. તેમણે તમામ નાગરિકોને આ માહિતી મેળવીને સરકાર દ્વારા અપાતી સહાયનો પૂરેપૂરો લાભ લેવા માટે આહવાન કર્યું હતું. આ વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી લાભોની માહિતી અને વિતરણની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
આ કાર્યક્રમમા વિવિધ મહાનુભાવો, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment