: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના સેક્ટર ૧૭ માં જનપ્રતિનિધિઓ માટેના નવનિર્મિત સદસ્ય : રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના સેક્ટર ૧૭ માં જનપ્રતિનિધિઓ માટેના નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું હતું.
આ સંકુલ જનપ્રતિનિધિઓને આધુનિક રહેઠાણની સુવિધા પુરી પાડશે. તેમાં વિશાળ ડાઇનિંગ હોલ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ છે. અને સમગ્ર પરિસરમાં હરિયાળી માટે ૬૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંકુલમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હષૅ સંઘવી, કેન્દ્રીય મંત્રી રૂષિકેશ પટેલ, વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વગેરે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

Comments