* રાષ્ટ્રીય એકતા દિવસસાબરકાંઠામાં નિમિત્તે કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ એકતા શપથ લીધાં*રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

* રાષ્ટ્રીય એકતા દિવસસાબરકાંઠામાં નિમિત્તે કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ એકતા શપથ લીધાં*
****
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ દર વર્ષે ૩૧ ઓક્ટોબરના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા દિવસના  શપથ લીધી હતા.
શપથ દરમિયાન ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી.

Comments