માલપુર S.T.બસ સ્ટેશન પર GSRTCદ્વારા એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ
માલપુર ST બસ સ્ટેશન પર GSRTC દ્વારા 'એક પેડ માં કે નામ' વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પ્રકૃતિ એ આપણી જનની છે અને તેના સંરક્ષણનું મહત્વ સમજીને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા માલપુર એસ ટી બસ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને બસ સ્ટેશન પર હરિયાળુ, સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવાનો તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે, માલપુર નાગરિક બેંક ચેરમેન મિતુલભાઈ મહેતા,બ્રહ્મસમાજ વરીષ્ઠ આગેવાન મહેશભાઈ ગોર, વિજયભાઈ પંડ્યા,ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, માલપુર જાયન્ટ્સ ગ્રુપ ના રમેશભાઈ સોની, વહેપારી મંડલ ના વસંતભાઈ શેઠ,દત્તેશભાઈ કોઠારી, સીનીયર સિટીઝન ક્લબ ના સુર્યકાન્તભાઈ સોની, પ્રવિણભાઈ શાહ, કે કે ઉપાધ્યાય, પર્યાવરણ ટીમ ના પિનાકીનભાઈ ગોર, જનકભાઈ કડીયા,રાજ્ય પારીતોષિક એવોર્ડ વિનર જીગ્નેશભાઈ ભટ્ટ,વનમંડળી ના વન પંડિત દિનેશચંન્દ્ર ઉપાધ્યાય, હેરીકભાઈ ઉપાધ્યાય સહિત અનેકવિધ સૈચ્છીક સંસ્થાઓ ના પ્રતિનીધીઓ, સામાજીક વનીકરણ વિભાગ ના કર્મચારી,એસ ટી સ્ટાફ પરિવાર અને પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહીને 'એક વૃક્ષ, એક જીવન' સૂત્ર સાથે પ્રકૃતિના જતનનો સંકલ્પ કર્યો હતો.
ઉપસ્થિત સૌએ વૃક્ષોની માવજત કરવાની અને અન્ય લોકોને પણ પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
રિપોર્ટર
જગદીશ ભાઈ પંડ્યા
મેઘરજ અરવલ્લી
Comments
Post a Comment