સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*સાબરકાંઠા જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ*

    સાબરકાંઠા જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન હોલ સનાતન સંસ્કાર કેન્દ્ર કાંકરોલ હિંમતનગર ખાતે જીલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને મળી હતી.  
       સભાના અધ્યક્ષ અને કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ સોસાયટી ની ઉત્કૃષ્ટ કામગીરી પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દરેક સભાસદ ને અન્ય જીવદયા પ્રેમીઓને સભાસદ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમજ સોસાયટીની જમીનની જરૂરિયાત બાબતે મદદરૂપ થવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ. 

     જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ એમ વોરાએ જૈનો ની જીવદયા પ્રવૃતિને યાદ કરી આપણા પૂર્વજો માં જીવદયા અને સહજીવન ની પ્રેરણાત્મક વાતોને સંભારી સોસાયટીની પ્રવૃતિને બિરદાવી હતી. 


આ કાર્યક્રમમાં ડી વાય એસ પી શ્રી એ.કે પટેલ, નગર પાલિકા મેમ્બર શ્રીમતિ હંસાબેન પિત્રોડા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. જે. બી પટેલ તથા ડૉ. માલવીયા ,સાબર ડેરી એમ ડી શ્રી સુભાષભાઈ પટેલ તેમજ કમિટી સભ્યોશ્રી ડૉ.ઝાખવાલા, શ્રી સર્વાનંદ ભટ્ટ, ડૉ.એ.એસ પટેલ , ડૉ.પી.એસ પટેલ તથા શ્રી અતુલભાઈ દીક્ષિત, સહકારી જીન ચેરમેન શ્રી સુજીતભાઈ, ડિરેક્ટર શ્રી જી.ખ.વે.સંઘ શ્રી સંજયભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments