ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા ઘટક ની જનરલ સભા યોજાઈ
અરવલ્લી જિલ્લા ઘટક ગુરુ બ્રાહ્મણ ની જનરલ સભા તારીખ 28/9/2025 ના રોજ મોડાસા પંથકમાં આવેલ દેવરાજ ધામ ખાતે અરવલ્લી જીલ્લામાં વસતા ગુરુ બ્રાહ્મણ સમાજ ના સભાસદો ની એક જનરલ સભા યોજાઈ હતી જેમાં નવીન કારોબારી સમિતિ ની રચના કરવામાં આવી હતી.જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજ અરવલ્લી ઘટક ના નવીન પ્રમુખ તરીકે દધાલિયા ના વતની અને પૂર્વ સરપંચ ભાનુભાઈ ડી. પંડ્યા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને મંત્રી તરીકે સરડોઈ ના વતની અને નિવૃત્ત તલાટી કમ મંત્રી શ્રી ગીરધરભાઇ સી પંડ્યા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સમાજ ના લોકો એ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સમાજ માટે જીલ્લા કક્ષા એ સમાજ ભવન, રીડિંગ લાયબ્રેરી,સમાજ ના બાળકો માટે gpsc upsc અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ની વ્યવસ્થા પ્રમુખ અને મંત્રી અને કારોબારી સમિતિ કરે તેવી આશા સમાજ રાખી ને સતા નું સુકાન સમાજે સોંપી એક નવી દિશા અને આશા રાખી રહ્યા છે.
રિપોર્ટર
જગદીશ પંડ્યા
મેઘરજ અરવલ્લી
Comments
Post a Comment