વિજયનગર આતરસુબા અને વજેપુર ગામે આદિ કર્મયોગી અંતર્ગત વિલેજ એક્શન પ્લાન રીપોટર મિનેષ ભાઈ વ્યાસ તલોદ

2030*વિજયનગરના આંતર સુબા અને વજેપુર ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન 2030 તૈયાર કરાયો*
*** 
 સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના આંતર સુબા અને વજેપુર ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન- 2030 તૈયાર કરવામાં આવ્યો હતો. 
ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કર્યો છે. આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. "આદિ કર્મયોગી વિકસિત ભારતનું મિશન છે.જનસેવા, સમર્પણ અને સંકલ્પના માધ્યમથી દરેક નાગરિકને પ્રભાવશીલ શાસન અને સેવાના સંપૂર્ણ લાભો પૂરા પાડવાનું છે."
આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓને તાલીમ સાથે વિલેજ એક્શન પ્લાન તૈયાર કરી તે અંગે વિસ્તારે માર્ગદશન આપવામાં આવ્યું હતું. આ સાથે આદિસાથીઓ અને સહયોગીઓ સાથે ગામમાં 5.6 કિલોમીટર ની ટ્રાન્ઝિટ વોક કરવામાં આવી હતી.
 આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર શ્રીમતી કૈલાસબેન રાજગોર,બ્લોક માસ્ટર ટ્રેનર શ્રી એસ. પી ચૌધરી, ગામના સરપંચશ્રી,તલાટી કમ મંત્રી,આંગણવાડી કાર્યકર,આશા વર્કર,ગામના સભ્યો,લોક આગેવાનો, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
****

Comments