રાજ્યમાં કોઈ ક્રાઈમનો બનાવ બને કે અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ કરીને પુરાવા એકત્રિત કરવા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

રાજ્ય માં કોઈ ક્રાઇમનો બનાવ બને કે અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ કરીને પુરાવા એકત્ર કરવામાં આવતા હોય છે. આ માટે સાયન્ટિફિક ઓફીસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાન ઘણી મહત્વની સાબિત થાય છે.
ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટેની આવી ૨૮ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ કરાવ્યું.
આ વાન સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ, DNA ટેસ્ટની વ્યવસ્થા, આગ કે અન્ય આકસ્મિક ઘટનાઓની તપાસ માટેના જરૂરી સાધનોથી સજ્જ છે.
આ વાનની મદદથી જિલ્લાઓમાં ફોરેન્સિક તપાસ વધુ ઝડપી અને અસરકારક રીતે ઉપયોગી સાબિત થશે. 
નવા ફોજદારી કાયદાઓના અમલમાં ૭ વર્ષ થી વધુ સજાપાત્ર ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે.
ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધવાની સાથે રાજ્ય સરકાર પણ આ માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓનો વ્યાપ વધારી રહી છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હષૅ સંઘવી અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments